અદાણી ગ્રુપે ભારતમાં બ્રાઝિલની એરોસ્પેસ કંપની એમ્બ્રેરના રિજનલ જેટની ફાઇનલ એસેમ્બલી લાઇન સ્થાપવા માટે આ કંપની સાથે પ્રારંભિક કરાર કર્યો છે. ભારતમાં વિપુલ તકોનો લાભ લેવા માટે એમ્બ્રેરે ઓક્ટોબર 2025માં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તેની ઓફિસ ખોલી હતી.
એમ્બ્રેરની ઇ-જેટ્સે 2005માં ભારતમાં બિઝનેસ ચાલુ કર્યો છે. હાલમાં ભારતીય વાયુસેના, સરકારી એજન્સીઓ, બિઝનેસ જેટ ઓપરેટરો અને વાણિજ્યિક એરલાઇન સ્ટાર એર પાસે એમ્બેરરના 50 રિજનલ જેટ છે.
ભારતના ઝડપથી વિકસતા ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં હાજરી ધરાવતું અદાણી ગ્રુપ એમ્બ્રેર સાથે મળીને ભારતમાં વિમાન ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રવેશ કરશે.સૂત્રોએ જણાવ્યું હતું કે અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે તાજેતરમાં ભારતમાં ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) સ્થાપવા માટે એમ્બ્રેર સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.










