પીઢ અભિનેતા ધર્મેન્દ્રના અવસાન પછી હેમામાલિની અને દેઓલ પરિવાર ગજગ્રાહ જોવા મળે છે. સ્વ. અભિનેતા ધર્મેન્દ્રની પ્રાર્થનાસભાનું દેઓલ પરિવાર અને હેમા માલિનીએ અલગ અલગ રીતે આયોજન કર્યું હતું, જેની ચર્ચા બોલીવૂડમાં પણ ઘણી થઇ હતી. આ વિવાદ હજુ લોકોની ચર્ચામાં છે, ત્યાં ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ ‘ઇક્કીસ’ ની રજૂઆતનો મુદ્દો ઊભો થયો છે. તેમાં નવી એક વાત બહાર આવી છે. હેમા માલિમીએ સ્પષ્ટતા કરી છે કે, તેમણે હજુ સુધી ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ ‘ઇક્કીસ’ જોઈ નથી. તેમણે કહ્યું હતું કે, “જ્યારે તે રિલીઝ થઈ ત્યારે હું મથુરા આવી હતી. મારે અહીં થોડું કામ કરવાનું છે. હું અત્યારે ફિલ્મ જોઈ પણ શકતી નથી કારણ કે તે મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હશે. મારી પુત્રીઓ પણ એવું જ કહી રહી છે. કદાચ હું ઘા રૂઝાઈ જશે ત્યારે તે જોઈશ.”
તાજેતરમાં હેમા માલિનીએ એક ઇન્ટરવ્યૂમાં સન્ની દેઓલ અને બોબી દેઓલ સાથેના તેના સંબંધો વિશે વાત કરી છે. જેમાં તેણે કહ્યું છે કે “સની ગમે તે કરે, તે મને બધું જ જણાવે છે. અમારા સંબંધો હંમેશા ખૂબ સારા અને સૌહાર્દપૂર્ણ રહ્યા છે. આજે પણ તે ખૂબ જ સારા છે. મને ખબર નથી કે લોકો કેમ વિચારે છે કે અમારી વચ્ચે કંઈક ખોટું છે. કારણ કે તેઓ ગપસપ કરવા ઇચ્છે છે.”
ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્રનું 24 નવેમ્બર, 2025 ના રોજ અવસાન થયું. ત્યારથી, બધાનું ધ્યાન તેમની બંને પત્નીઓ અને બાળકો વચ્ચેના સંબંધો પર કેન્દ્રિત થયું હતું. સની દેઓલ સાથેના સંબંધ અંગે હેમા માલિમીનીને વધુ પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, ‘મારે તેમને શા માટે જવાબ આપવો જોઈએ? તે મારું જીવન છે. મારું અંગત જીવન છે. આપણું અંગત જીવન. અમે ખરેખર ખુશ છીએ અને એકબીજાની ખૂબ નજીક છીએ. બસ. હું તેના વિશે વધુ કંઈ કહેવા ઇચ્છતી નથી. મને ખબર નથી કે લોકો કઈ વાર્તાઓ બનાવી રહ્યા છે. મને ખરાબ લાગે છે કે લોકો લેખ લખવા માટે બીજાના દુઃખનો ઉપયોગ કરે છે. તેથી જ હું જવાબ આપતી નથી.’

LEAVE A REPLY