બ્રિટનમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા આવતી કાલે 20,000ને આંબી જશે. છેલ્લા 24 કલાકમાં 684 લોકોના કોવિડ-19ના કારણે મરણ નોંધાયા હતા. ત્રીજા ભાગના મરણ કેર હોમ્સમાં થયા હોવાની સંભાવના છે.વધુ 5,386 લોકોના ટેસ્ટ પોઝીટીવ જણાતા ચેપનો ભોગ બનેલા લોકોની કુલ સંખ્યા 143,464 થઇ હતુ.
એનએચએસ ઇંગ્લેન્ડે જાહેર કર્યુ હતુ કે છેલ્લા 24 કલાકમાં વધુ 587 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે વેલ્સમાં વધુ 110 લોકોનાં અને સ્કોટલેન્ડમાં 64 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઇંગ્લેન્ડમાં મોતને ભેટેલા લોકોની વય 40થી 102 વચ્ચેની હતી અને 34 લોકોને કોઇ પૂર્વ બીમારી ન હતી. નોર્ધન આયર્લન્ડે હજી સુધી તેના નવા કેસો અને મૃત્યુની ઘોષણા કરી નહતી.
સાચા મૃત્યુઆંકમાં ફરી એક વખત આજે અસમાનતા જોવા મળી હતુ કેમ કે યુકેના ચાર રાષ્ટ્રોએ આજે કુલ 761 લોકોના મોત નિપજ્યા હોવાની ઘોષણા કરી હતી. ગઇ કાલના 616ના મોતની સરખામણીએ આજે 11 ટકાનો વધારો થયો હતો.
બ્રિટનમાં દૈનિક કોરોનાવાયરસ ટેસ્ટની સંખ્યા ગઈકાલે માત્ર 24,000 હતી તે આજે વધીને 28,532 થઈ ગઈ છે. જે પાછળ સરકારે કી વર્કરના ટેસ્ટ માટે કરેલી જાહેરાત જવાબદાર છે. જો કે તે વેબસાઇટ આજે સવારે લોંચ થયાના બે જ મિનિટ પછી બંધ થઇ ગઇ હતી.
- દુકાન, બિલ્ડિંગ સાઇટ્સ અને કારખાનાઓ ફરી ખુલી જતા 10 ટકા વધુ કાર રસ્તા પર આવી ગઇ હતી.
- નિકોલા સ્ટર્જન કહ્યુ હતુ કે ‘’મૃત્યુ અને કેસો સતત ઘટે છે ત્યારે સ્કોટિશ લોકો તરત જ મિત્રો અથવા કુટુંબીજનોને મળી શકે છે.
- નોર્ધન આયર્લેન્ડે એજ સંકેત આપ્યો છે કે તે તેઓ પણ યુકેથી સ્વતંત્ર રીતે પ્રતિબંધો હટાવશે. પરંતુ વેલ્સનું કહેવું છે કે લોકો દરરોજ વધુને વધુ મૃત્યુ પામે છે ત્યારે લોકો પોતાનું ઘર છોડી શકશે નહીં