(Photo BY JUSTIN TALLIS/AFP via Getty Images)

કોરોનાકાળમાં સામાન્ય લોકોને મદદ કરીને મસીહા સાબિત થયેલા સોનુ સૂદ પ્રત્યે હજુ પણ લોકો અનેક પ્રકારની મદદની આશા રાખે છે. પોતે કોરોના પોઝિટિવ હોવા છતાં મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોને મદદ કરી રહ્યા છે. લોકો તેની પાસે સોશિયલ મીડિયા દ્વારા મદદ માગી રહ્યા છે અને સોનુ લોકોની અપીલનો જવાબ પણ આપી રહ્યો છે અને તેમને મદદ પણ કરી રહ્યો છે. તેની પાસે રેમેડેસિવિર ઇન્જેક્શનની સૌથી વધુ મદદ માગવામાં આવી રહી છે. દરેકે સોનુને અપીલ કરી છે કે વહેલી તકે તેની વ્યવસ્થા કરી આપો. ઘણા લોકોએ કહ્યું છે કે, માત્ર સોનુ જ કોરોના દર્દીની જીવન બચાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ સોનુ સૂદ કોરોનાનો સામનો કરી રહેલા લોકોની મદદ કરવામાં સક્રિય છે. સોનું પણ ટ્વીટર પર મદદ માંગનારા લોકોને જરૂરિયાતની ચીજો મોકલાવે છે. આ સિવાય તે હોસ્પિટલમાં દર્દીને પથારીથી લઇને બીજી ઘણી જરૂરિયાતો પણ પૂર્ણ કરી રહેલ છે. સોનુએ એક યુઝરને 30 મિનિટમાં રેમેડેસિવિર પહોંચાડવાની ખાતરી આપી હતી.