(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

અભિષેક બચ્ચન અને કરીના કપૂરે બોલીવૂડમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. આ બંનેએ 21 વર્ષ અગાઉ વર્ષ 2000માં ફિલ્મ રેફ્યુજીથી બોલીવૂડમાં કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. કરીનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 21 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ચાહકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

કરીનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર ર્ક્યો છે. જેમાં તેની પ્રથમ ફિલ્મ રેફ્યુજીની થોડી ક્લિપ્સ જોવા મળે છે. આ સાથે જ તેણે પોતાના આવનારા 21 વર્ષનું આયોજન પણ જણાવ્યું છે. આ વીડિયોના કેપ્શનમાં કરીનાએ લખ્યું છે કે, 21 વર્ષ, આભાર. નસીબદાર છું કે આ વર્ષો આનંદમાં ગયા. હજી આવનારા 21 વરસ માટે હું તૈયાર છું.તમારા સહકાર અને પ્રેમ માટે દરેકનો આભાર.

ઉલ્લેખનીય છે કે, રેફ્યુજી ફિલ્મનું ડાયરેક્શન જે. પી. દત્તાએ કર્યું હતું. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, અનુપમ ખેર, કુલભૂષણ ખરબંદા અને રીના રોય જેવા કલાકારોએ કામ કર્યું હતું.