જામનગરમાં સોમવાર, 13 સપ્ટેમ્બરે ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા હતા અને લોકોને હોડીમાં બેસાડીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. (PTI Photo)

ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવાર, 14 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન તેમના કાફલા સાથે જામનગરના ધુંવાવ ગામ પહોંચ્યા હતા અને પુરગ્રસ્ત લોકોને મળ્યા હતા. તેમણે અધિકારીઓ સાથે સૌરાષ્ટ્રના અસગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાને લોકોની વચ્ચે બેસીને લોકોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

મુખ્યપ્રધાને અગાઉ જામનગરના કલેકટર સાથે સંપર્કમાં રહી સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાન સાથે જામનગરનાં સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, ભૂતપૂર્વ પ્રધાન હકુભા જાડેજા સહિત ભાજપના નેતાઓ હતા. સોમવારે આવેલા પૂરને કારણે ધુંવાવ ગામમાં ભારે તારાજી સર્જાઈ હતી. ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયું હોવાને કારણે લોકોની જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ પાણીમાં તણાઈ હતી