Young man in Kenyan chess competition caught in women's category while wearing niqab
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુક્રેન સામે યુદ્ધ કર્યાના પગલે રશિયાને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટસ ઈવેન્ટ્સમાંથી અળગું કરવામાં આવી રહ્યું છે. ચેસની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ચેસ ઓલિમ્પિયાડ હવે રશિયામાં નહીં રમાય. ભારત આ સ્પર્ધાના આયોજન માટે દાવો કરવા વિચારી રહ્યું છે. ચેસ ઓલિમ્પિયાડમાં ૧૯૦ દેશો ભાગ લે છે. યુરોપિયન શૂટિંગ ચેમ્પિયનશિપ પણ હવે રશિયામાં નહીં યોજાવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે.

ચેસ ઓલિમ્પિયાડ ૨૬મી જુલાઈથી ૮ ઓગસ્ટ દરમિયાન યોજાવાની હતી. ઓલ ઈન્ડિયા ચેસ એસોસિએશનના એક અધિકારીએ કહ્યું કે, ટુર્નામેન્ટના યજમાનપદની તક મળે તો ૧ કરોડ અમેરિકન ડોલરનો ખર્ચ થવાની શક્યતા છે, અમે યજમાની મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

શૂટિંગની જુદી-જુદી યુરોપિયન ચેમ્પિયનશિપ ઓગસ્ટ મહિનામાં રશિયામાં યોજાવાની હતી. જો કે શૂટિંગની સર્વોચ્ચ સંસ્થા આઇએસએસએફના હોદ્દેદારોએ ચેમ્પિયનશિપ અન્યત્ર ખસેડવાનો નિર્ણય લીધો છે. આઇએસએસએફના વડા રશિયાના જ વ્લાદિમીર લિસિન છે.સ્વીડન અને પોલેન્ડે ફિફા વર્લ્ડ કપ ફૂટબોલની પ્લે ઓફમાં રશિયા સામે રમવા ઈનકાર કરી દીધો છે.