ચાન્સેલર ઋષિ સુનકે “તેમની બિલિયોનેર પત્ની સાથે ભારત પાછા જવું જોઈએ” એવી ટ્વિટ કરનાર સાઉથ લંડનના વૉન્ડ્સવર્થના વેસ્ટ હિલ વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા લેબર કાઉન્સિલર પીટર કાર્પેન્ટરને સસ્પેન્ડ કરાયા છે. તેમને આગામી 5 મેના રોજ ફરીથી થઇ રહેલી ચૂંટણી લડતા પણ અટકાવવામાં આવ્યા છે. તેમણે ટ્વીટમાં ભારતીય માતા-પિતાને ત્યાં જન્મેલા સુનકને “જગ્યાનો સંપૂર્ણ કચરો” તરીકે વર્ણવ્યા હતા. પીટર કાર્પેન્ટરે પોતાનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દીધું હતું.
પક્ષના સાથીદારોને રવિવારની સાંજે આપેલા સંદેશમાં લેબર ગ્રૂપના નેતા સાઇમન હોગે જણાવ્યું હતું કે ‘’ટ્વિટના કારણે તાત્કાલીક અસરથી બાકી તપાસ સાથે સસ્પેન્શનની સલાહ આપી હતી. હું કાઉન્સિલર કાર્પેન્ટર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી અત્યંત નિરાશ છું. આવા મંતવ્યો દર્શાવનારને લેબર પાર્ટીમાં કોઈ સ્થાન નથી. સંભવ છે કે ટોરીઝ દ્વારા આનો સંદર્ભ આપવામાં આવશે અને તેઓ પ્રેસ અથવા તેમની ઝુંબેશ દરમિયાન પણ તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે. આથી મહત્વપૂર્ણ છે કે તે ટ્વીટ ફરીથી પ્રસારિત ન થાય અને આ મુદ્દા પર કોઈ જાહેર ટિપ્પણી કરતા નહિં.”
વૉન્ડ્સવર્થમાં લાંબા સમયથી કન્ઝર્વેટિવ ફક્ષ પ્રભુત્વ ધરાવે છે. જેના પર લેબર મે મહિનામાં નિયંત્રણ કરવાની આશા રાખે છે. 2018માં ટોરી બહુમતી ઘટાડવામાં લેબરને સફળતા મળી હતી.