Adani dispute: Govt agrees to form committee for shareholders
સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (istockphoto.com)

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરુદ્ધમાં હિંસક દેખાવો અને રેલવે સહિતની જાહેર સંપત્તિને નુકસાનની તપાસ કરવા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. આ પીઆઇએલ એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરી છે. તેમાં માગણી કરવામાં આવી છે કે કેન્દ્ર તથા યુપી, તેલંગણા, બિહાર, હરિયાણા અને રાજસ્થાન સરકારો પાસેથી હિંસક દેખાવા અંગે સ્થિતદર્શક રીપોર્ટ માંગવામાં આવે.

 જાહેર હિતની અરજીમાં અગ્નિપથ સ્કીમ તથા તેની રાષ્ટ્રીય સુરક્ષા અને આર્મી પરની અસરની ચકાસણી કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના વડપણ હેઠળ એક નિષ્ણાત સમિતિની રચનાની પણ માગણી કરવામાં આવી છે. તેમાં 2009ના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં નિર્ધારિત કરાયેલી માર્ગરેખા હેઠળ ક્લેમ કમિશનરોની નિમણુક કરવાની પણ માગણી કરાઈ છે.

અરજકર્તાએ જણાવ્યું છે કે બિહારમાં 17 જૂને તીવ્ર આંદોલન અને દેશના વિવિધ ભાગમાં અગ્નિપથ સ્કીમને કારણે હિંસક દેખાવો થયા છે. આર્મીમાં ભરતીની મહત્ત્વકાંક્ષા ધરાવતા વિદ્યાર્થીઓએ નવી દિલ્હી-ભાગલપુર વિક્રમશીલા એક્સપ્રેસ અને નવી દિલ્હી-દરભંગા બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસના ઓછામાં ઓછા 20 કોચ સળગાવી દીધા છે. આ ઉપરાંત પ્રદર્શનકારોએ રાજ્યોના ઘણા હાઇવે બ્લોક કરી દીધી છે.