ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હી ખાતે નવા સંસદ ભવનની છત પર વિશાળ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. (ANI Photo/ ANI Pic Service)

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હી ખાતે નવા સંસદ ભવનની છત પર વિશાળ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. કાંસામાંથી બનાવામાં આવેલા આ રાષ્ટ્રીય પ્રતિકનું કુલ વજન 9,500 કિલોગ્રામ છે અને તેની ઉંચાઈ 6.5 મીટર છે. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ પૂરી પણ હાજર હતા. મોદીએ વર્ષ 2020માં સંસદની નવી ઇમારાતનો શિલાન્યાસ કર્યો હતો.

નવા સંસદ ભવનની છત ઉપર રાષ્ટ્રીય પ્રતીક સ્થાપિત કરવાનું કામ આઠ જુદાં જુદા તબક્કાઓમા પુર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષે કહ્યું હતું કે, નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય ઓક્ટોબર-નવેમ્બર 2022 સુધી સમયસર પુરૂ થવાની શક્યતા છે. અમે આ વર્ષે નવા સંસદ ભવનમાં શિયાળુ સત્રનું આયોજન કરવાનો પ્રયત્ન કરીશું. અમે આ પ્રોજેક્ટ પૂરો કર માટે ઓક્ટોબર-નવેમ્બરનો અંદાજ આપ્યો હતો અને મને ખૂબ જ આશા છે કે, નવા સંસદ ભવનમાં વર્ષ 2022ના શિયાળુ સત્રનું આયોજન થશે.