Another star cricketer will tie the knot with the actress
(Photo by JUSTIN TALLIS/AFP via Getty Images)

ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી ટૂંકસમયમાં લગ્નબંધનમાં જોડાય તેવા અહેવાલ છે. બંને લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. જો કે હવે બંનેના લગ્નની તારીખ અને લગ્નનો આઉટફિટ પણ નક્કી થઈ ગયો હોવાનું માનવામાં આવે છે. તાજેતરના અહેવાલો મુજબ બંને આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ અનુસાર રાહુલ અને અથિયાએ લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. જાન્યુઆરી 2023માં બંને જીવનભર એકબીજાના બની જશે. બંને પરિવારોએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુનિલ શેટ્ટીએ પણ બંનેને લગ્નને પુષ્ટી આપી છે.

સુનીલ શેટ્ટીને હાલમાં જ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન અંગે પૂછવામાં આવ્યું હતું. તેમણે લગ્નની પુષ્ટિ કરતાં ખૂબ જલ્દી થશે તેવો જવાબ આપ્યો હતો. સુનીલ શેટ્ટીએ ખુલાસો કર્યો હતો કે, તેમણે કે એલ રાહુલ અને આથિયાના શિડ્યુલ જાણી લીધા છે અને હવે તેઓ સંભવિત તારીખો ધ્યાનમાં રાખી રહ્યા છે. સુનીલ શેટ્ટીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, આશા છે કે, જલ્દી જ થશે. ક્યાં અને ક્યારે લગ્ન થાય છે તે ખબર પડી જશે. મને લાગે છે કે, યોગ્ય સમયે સૌને લગ્ન અંગેની વિગતો ખબર પડી જ જશે.

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી કોઈ ફાઈવ સ્ટાર હોટેલમાં નહીં પરંતુ બંગલામાં લગ્ન કરે તેવા રીપોર્ટ છે. સુનીલ શેટ્ટીના ખંડાલામાં આવેલા બંગલો ‘જહાન’માં આથિયા અને કેએલ રાહુલ સાત ફેરા લે તેવી અટકળો છે.

LEAVE A REPLY

2 + one =