પુરૂષો માટેના ગર્ભનિરોધક વિકલ્પોમાં એક દિવસ એવી દવાનો સમાવેશ થઈ શકે છે જે શુક્રાણુને અસ્થાયી રૂપે બિનફળદ્રુપ બનાવશે અને તે ઝડપી ગર્ભનિરોધક દવા તરીકે સાબિત થઈ શકે છે એમ અભ્યાસ દર્શાવે છે.

તરુણાવસ્થા પછી પુરુષો એક સેકન્ડમાં લગભગ 1,000 શુક્રાણુઓ બનાવે છે, પરંતુ શરીર તેમને સુષુપ્ત અવસ્થામાં રાખે છે. સ્ખલન પહેલાં તેઓ એક એન્ઝાઇમ સાથે મિશ્રિત થાય છે જે તેમની તરવાની અને પરિપક્વ થવાની ક્ષમતાને સક્રિય કરે છે અને ત્યારે જ શુક્રાણુ ફળદ્રુપ બને છે, સંશોધનમાં તેમને એક પરમાણુ મળ્યું હતું જે પુરુષોના શુક્રાણુઓને ગતિ આપતા નિર્ણાયક એન્ઝાઇમને લક્ષ્ય બનાવે છે. જો આ સંશોધન સફળ થશે તો એક વિશ્વસનીય દવા ગળીને ગર્ભનિરોધક પ્રદાન કરી શકે છે. આ દવાનો ઉપયોગ સેક્સ પહેલાં કરવો જરૂરી છે.

વેઇલ કોર્નેલ મેડિસિનના જોચેન બકે કહ્યું હતું કે “અમારું સ્વપ્ન છે કે જે માણસ અડધા કલાક પહેલા એક ગોળી લેશે તેની બિનફળદ્રુપતા અનિવાર્યપણે શરૂ થશે અને આગામી 16 કલાક સુધી તેને સુરક્ષિત રાખશે.”

LEAVE A REPLY

6 + seventeen =