Carbon dioxide emissions were at record levels in 2022

વિશ્વભરના લોકોએ 2022માં 1900ના રેકોર્ડ્સની સરખામણીએ અન્ય કોઈપણ વર્ષ કરતાં કાર્બન ડાયોક્સાઇડનું વધુ ઉત્સર્જન કર્યું હતું, જેના માટે મહામારી પછી હવાઈ મુસાફરીની સ્થિતિ અને વધુને વધુ શહેરો વીજળીના ઓછા ખર્ચે માટે કોલસાનો વિકલ્પ પસંદ કર્યો હોવાથી તે જવાબદાર છે.

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના રીપોર્ટ મુજબ આબોહવા-વોર્મિંગ ગેસનું ઉત્સર્જન કે જે ઊર્જા ઉત્પાદનને કારણે થયું હતું તે 0.9 ટકા વધીને 2022માં 36.8 ગીગાટન સુધી પહોંચી ગયું હતું.(નાસા જણાવ્યા પ્રમાણે,એક ગીગાટન એટલે સંપૂર્ણ ભરેલા અંદાજે 10,000 એરક્રાફ્ટ કેરિયર્સ જેટલી સમકક્ષ હોય છે.)
કાર, વિમાનો, ઘરો અને ફેક્ટરીને ચલાવવા માટે પેટ્રોલ-ડીઝલ, કોલસો અથવા કુદરતી ગેસ જેવાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવે છે. જ્યારે વાયુ વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તે ગરમીને પકડી લે છે અને આબોહવાને ગરમ કરવામાં ભૂમિકા ભજવે છે.

હવામાનની અતિ ગંભીર ઘટનાઓએ ગત વર્ષના કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને વધુ તીવ્ર બનાવ્યું હતું. જેનાથી દુષ્કાળને કારણે હાઇડ્રોપાવર માટે ઉપલબ્ધ પાણીની માત્રામાં ઘટાડો થયો, જેનાથી ઇંધણને બાળવાની જરૂરિયાતમાં વધારો થયો હતો.અતિશય ગરમીના કારણે વીજળીની માગમાં વધારો નોંધાયો હતો.

આબોહવા બાબતોના વૈજ્ઞાનિકોએ આ રીપોર્ટને ચિંતાજનક ગણાવ્યો હતો.તેમણે ચેતવણી આપી હતી કે વિશ્વભરના ઊર્જા વપરાશકારોએ ગ્લોબલ વોર્મિંગના ભયાનક પરિણામોને નિવારવા માટે ઉત્સર્જનમાં ઘટાડો કરવો જોઈએ.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અર્થ સિસ્ટમ સાયન્સના પ્રોફેસર અને ઇન્ટરનેશનલ ગ્રુપ- ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટના ચેરમેન રોબ જેક્સને જણાવ્યું હતું કે, ” એક ટકા જેટલું કોઈપણ ઉત્સર્જનની વૃદ્ધિ એ નિષ્ફળતા દર્શાવે છે. આપણને એ વૃદ્ધિ પોષાય તેવી નથી.તે આ પૃથ્વી માટે અરાજક છે. જે વર્ષમાં કોલસામાંથી વધુ ઉત્સર્જન થયું તે આપણા આરોગ્ય અને પૃથ્વી માટે ખરાબ વર્ષ છે.”

LEAVE A REPLY

eleven + eighteen =