પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કરદાતાઓને સ્ટેટ પેન્શનમાં પ્રાપ્ત થતી રકમમાં વધારો કરવામાં મદદ મળી રહે તે માટે તેઓ પોતાના સ્વૈચ્છિક નેશનલ ઇન્સ્યોરંશમાં યોગદાન આપી શકે તે માટેની સમયમર્યાદા 31 જુલાઈ 2023 સુધી લંબાવવામાં આવી  છે. આ અગાઉ 5 એપ્રિલ 2023ની સમયમર્યાદા રખાઇ હતી.

નોકરીના અભાવ કે ઓછા પગારની નોકરી હોય તેવા લોકો એપ્રિલ 2006થી પોતાના નેશનલ ઇન્સ્યોરંશમાં વધારો કરવા ઉચ્ચક રકમ ભરી શકશે. જેને કારણે તેમના નવા સ્ટેટ પેન્શનમાં વધારો થઇ શકે છે. કરવામાં આવેલ કોઈપણ નવી ચૂકવણી 2022થી 2023 ના ટેક્સ યરના દરે કરાશે. આમ કરદાતાઓ તેમના નેશનલ ઇન્સ્યોરંશમાં એપ્રિલ 2006 અને એપ્રિલ 2016 વચ્ચેના કોઈપણ અધૂરા વર્ષો માટે સ્વૈચ્છિક યોગદાન કરી શકશે. જેથી તેઓ નિવૃત્ત થાય ત્યારે તેમને મળતી સ્ટેટ પેન્શનની રકમમાં વધારો કરવામાં મદદ મળે.

પાત્ર કરદાતાઓ તેમનો નેશનલ ઇન્સ્યોરંશ રેકોર્ડ કેવી રીતે તપાસવો, સ્ટેટ પેન્શન કેટલું મળશે, સ્વૈચ્છિક નેશનલ ઇન્સ્યોરંશની રકમ કેટલી ભરવી અને તેમના પેન્શન માટે યોગ્ય છે કે કેમ તે નક્કી કરવા તથા ચુકવણી કેવી રીતે કરવી તે માટે GOV.UK પર શોધ કરી શકે છે.

LEAVE A REPLY

1 × 4 =