11 સપ્ટેમ્બર, 2017ના રોજ રાત્રે 9.15 વાગ્યે હાઉસ ઓફ લોર્ડ્સથી ઘરે જઈ રહેલા લેબરની રાષ્ટ્રીય એક્ઝિક્યુટિવ કમિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ લોર્ડ રોસરને લંડન અંડરગ્રાઉન્ડના હિલિંગ્ડન સ્ટેશન પાસે એક બિલ્ડિંગ સાઈટની બહાર લાકડાનું પાટીયું વાગતા પડી જવાથી ચહેરા, ઘૂંટણ, કાંડા અને હાથમાં ઈજા સાથે દાંત તુટી ગયા હતા. લેબરની રાષ્ટ્રીય એક્ઝિક્યુટિવ કમિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ લોર્ડ રોસરને £22,000થી વધુ રકમનું વળતર આપવામાં આવ્યું છે.

રોઝરે સેન્ટ્રલ લંડન કાઉન્ટી કોર્ટમાં સુનાવણીમાં જણાવ્યું હતું કે તેઓ બીજા દિવસે તેમના પડવાના સ્થળે પાછા ફરતા તેમના બે દાંત લોહીના ડાઘવાળી ફૂટપાથ પર પડેલા જોવા મળ્યા હતા. તેમણે બિલ્ડર હરિચંદ્ર પટેલ અને વેપ શોપ ચેઇનના સ્થાપક મોહમ્મદ હેરિસ તનવીર સામે દાવો માંડ્યો હતો. પટેલ અને તનવીરે સ્વીકાર્યું હતું કે રોસરને નાણાકીય વળતર મળવું જોઈએ. પરંતુ તેમણે અકસ્માત માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા.

જજ, રેકોર્ડર રોબર્ટ ગ્લેન્સી કેસીએ પટેલને બિલ ઉપાડવાનો આદેશ આપતાં જણાવ્યું હતું કે પટેલ “ખોટુ કરનાર” હતા અને તેમણે અથવા તેમના માટે કામ કરનારાઓમાંના એકે આ ઉપદ્રવ સર્જ્યો હતો”.

LEAVE A REPLY

7 + 15 =