BJP will launch contact campaign on the occasion of completion of nine years of Modi government
(ANI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના નવ વર્ષ પૂરા થવાના પ્રસંગે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં એક મહિના લાંબુ વિશેષ સંપર્ક અભિયાન ચાલુ કરવાની યોજના બનાવી છે. આ અભિયાનમાં તમામ લોકસભા મતવિસ્તારોને આવરી લેવામાં આવશે. તે 30મેથી શરૂ થશે અને 30 જૂને પૂર્ણ થશે.

વડાપ્રધાન મોદી 30 મેના રોજ વિશાળ રેલી સાથે અભિયાનનો પ્રારંભ કરાવશે. મોદીની બીજી રેલી બીજા દિવસે એટલે કે 31 મેના રોજ યોજાશે. દેશભરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની 51 રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 396 લોકસભા સીટો પર જાહેર સભાઓ યોજાશે, જેમાં કેન્દ્રીય પ્રધાનો અથવા પાર્ટીના રાષ્ટ્રીય અધિકારીની હાજરી ફરજિયાત છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા જેવા ચૂંટણી આવી રહી છે તેવા રાજ્યોમાં રેલીઓનું આયોજન કરાશે. મોદીની આગેવાની હેઠળની સરકારની નીતિઓ અને સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે

દરેક લોકસભા મતવિસ્તારમાં એક લાખ પરિવારોનો સમગ્ર દેશમાં સંપર્ક કરવામાં આવશે. રમતવીર, કલાકારો, ઉદ્યોગપતિઓ અને યુદ્ધના નાયકો જેવા પ્રભાવશાળી લોકોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવશે.

LEAVE A REPLY

1 + 16 =