નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ (NAPS), વન જૈન, છ ગામ નાગરિક મંડળ (યુ.કે.), હિંદુ ફોરમ ઓફ બ્રિટન, વિવેકાનંદ હ્યુમન સેન્ટર, ગ્લોબલ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન, મહાત્મા ગાંધી ફાઉન્ડેશન અને ગીતા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી સાઉથ લંડનના ટૂટીંગ ખાતે આવેલ NAPS હોલમાં કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રગટાવીને કરવામાં આવી હતી. તો ટૂટીંગ બાલ સંસ્કાર ગ્રુપના બાળકો દ્વારા પ્રાર્થના અને સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું હતું.  NAPS ના પ્રમુખ પ્રવિણભાઈ અમીને આ ખાસ દિવસે સૌને આવકાર આપી પાણી પુરવઠા, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બંદરોના વિકાસમાં ગુજરાતની પ્રગતિ વિશે વાત કરી હતી.

લોર્ડ નવનીત ધોળકિયાએ સ્થાપનાથી લઈને અત્યાર સુધીની ગુજરાતની પ્રગતિની પ્રશંસા કરી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ જેવા મહાન ગુજરાતીઓને યાદ કરી ગુજરાતની પ્રગતિ સર્વત્ર દેખાઈ રહી છે તેમ કહ્યું હતું. વૉન્ડ્ઝવર્થના મેયરે ગુજરાત દિવસની ઉજવણી માટે ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવી ગુજરાતીઓને વૉન્ડ્ઝવર્થના સારા નાગરિકો તરીકે બિરદાવ્યા હતા.

હાઇ કમિશનના પ્રતિનિધિ તરીકે મિનિસ્ટર ઓફ કો-ઓર્ડીનેશન સંજય કુમારે ગુજરાત દિનની ઉજવણીનો ભાગ બનવા બદલ આનંદ વ્યક્ત કરી ગુજરાત રાજ્યની પ્રગતિના પ્રસંશા કરી હતી. તો યુ.કે.માં ભારતીય હાઈ કમિશનની પ્રવૃત્તિઓમાં ભાગીદારી માટે યુકેની ગુજરાતી સંસ્થાઓના નેતાઓની પ્રશંસા કરી હતી. સંજય કુમારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વિશેષ સંદેશ વાંચી સંભળાવ્યો હતો.

તૃપ્તિબેન પટેલે હિંદુ ફોરમ ઓફ બ્રિટનની પ્રવૃત્તિઓ વિશે વાત કરી લોકોને એક થઇ કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય મહેમાનો લેડી ધોળકિયા, કરમસદ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, બાલમ મંદિરના શ્રી જયેશભાઈ અને દેવયાનીબેન પટેલ, હેરો કાઉન્સિલના ડેપ્યુટી મેયર રામજી ચૌહાણ, કાઉન્સિલર અંજનાબેન પટેલ, બાબુભાઈ એ. પટેલ, કપિલભાઈ દુદકિયા, પ્રવિણભાઈ પાણખાણીયા અને અનેક મહાનુભાવો અને સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

4 × one =