ચાઇલ્ડકેર ફર્મમાં પત્ની અક્ષતા મૂર્તિના નાણાકીય હિતોની વડા પ્રધાનની ઘોષણા અંગેની તપાસ સંબંધિત ગોપનીયતાના નિયમોના “નાના અને અજાણતા થયેલા ભંગ” માટે ગુરુવારે યુકેની સંસદીય પેનલ દ્વારા ઋષિ સુનકને ધોરણો જાળવવામાં નિષ્ફળતા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો.
હાઉસ ઓફ કોમન્સ કમિટી ઓન સ્ટાન્ડર્ડ્સની તપાસ ગોપનીયતા નિયમોના સંદર્ભમાં ઊભી થઈ હતી. આ તપાસ પાર્લામેન્ટરી કમિશ્નર ફોર સ્ટાન્ડર્ડ્સ દ્વારા હિતોની ઘોષણા સંબંધિત મિનિસ્ટરીયલ કોડના ફકરા 6નો ભંગ કર્યો હતો કે કેમ તે અંગેની તપાસ માટે લાગુ કરવામાં આવી હતી.
ગયા મહિને, પાર્લામેન્ટરી વોચડોગે નિષ્કર્ષ કાઢ્યો હતો કે કોરુ કિડ્સમાં અક્ષતાના શેરનો સંદર્ભ આપવામાં સુનકની નિષ્ફળતા “ગૂંચવણના કારણે અને અજાણતા” થઇ હતી. શ્રી સુનકે તે સ્વીકારી લેતા સમિતિએ કોઈ ભલામણ કરી નહતી.”