(Photo by Gareth Copley/Getty Images)

ઈંગ્લેન્ડ માટે હાલમાં ભારતમાં રમાઈ રહેલો વર્લ્ડ કપ વધુ ને વધુ નિરાશાજનક બની ગયો છે. ટીમ ચાર મેચમાંથી ફક્ત એકમાં વિજય સાથે પોઈન્ટ્સ ટેબલના લગભગ તળિયે છે, તો બીજી તરફ ફાસ્ટ બોલર રીસ ટોપલી ઈજાગ્રસ્ત થતાં હવે બાકીની સ્પર્ધામાંથી બહાર થઈ ગયો છે. 

ટોપલી દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ઈજા પામ્યો હતો અને તેને મેદાન છોડીને બહાર જવુ પડ્યું હતું. આ રીતે ઈજાગ્રસ્ત થયા પછી રીસ ટોપ્લે પોતાની જાતથી ખૂબ જ પરેશાન જોવા મળ્યો હતો.

LEAVE A REPLY