શક્તિપીઠ અંબાજીમાં આ વર્ષે 1-7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમ મહામેળો આયોજન કરાશે. આ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરે સમગ્ર મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓને લઈને સમીક્ષા કરાઈ હતી.
દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે માટે સત્તાવાળાએ તૈયારી ચાલુ કરી હતી. શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા , રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો- વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા- સલામતી, પ્રચાર -પ્રસાર સહિતની સુવિધા ઊભી કરાશે.
