પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદમાં 12 જૂનના એર ઇન્ડિયા વિમાન ક્રેશના પ્રાથમિક તપાસ અહેવાલમાં બહાર આવ્યું હતું કે ફ્લાઇટ 171એ ઉડાન ભરી તેની એક સેકન્ડમાં બંને એન્જિનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ થઈ હતી અને તેનાથી એન્જિનને ઇંધણ ન મળતા થ્રસ્ટ મળ્યો ન હતો અને વિમાને ઉંચાઈ ગુમાવી હતી.

જોકે ઉડ્ડયન નિષ્ણાતોએ કહ્યું હતું કે પાયલટ્સ માટે અજાણતામાં ઇંધણ સ્વીચો ચાલુ કે બંધ કરવાનું મુશ્કેલ છે, કારણ કે સ્વીચમાં એક નાનો મિકેનિકલ ગેટ હોય છે. ઇંધણનો સપ્લાય બંધ કરવા માટે આ નાના ગેટ ઉપર સ્વીચોને ઉંચી કરવી પડે છે. પાયલટ્સ સામાન્ય રીતે ગ્રાઉન્ડ પર અથવા ઇમર્જન્સીના કિસ્સામાં એન્જિનો ચાલુ કરવા કે બંધ કરવા તેનો ઉપયોગ કરતાં હોય છે. ઉડ્ડયન નિષ્ણાતોએ કોકપીટ કેમેરા ફૂટેજનો કોઇ ઉલ્લેખ ન કરવા સામે પણ સવાલો ઉઠાવ્યાં હતાં.

LEAVE A REPLY