શિકાગોમાં મુખ્ય ઓફિસ ધરાવતા ધ અમેરિકન એસોસિએશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન-(AAPI) દ્વારા વર્ષ 2022-2023ના નવા હોદ્દેદારોની જાહેરાત 10 એપ્રિલે કરવામાં આવી છે. નવી ટીમને જવાબદારીની ઔપચારિક સોંપણી ટેક્સાસના સાન એન્ટોનિઓમાં જુન મહિનામાં યોજાનાર કન્વેન્શન દરમિયાન થશે. AAPIના વર્તમાન પ્રેસિડેન્ટ ડો. અનુપમા ગોટીમુકુલા અને AAPIના ચીફ ઇલેક્શન ઓફિસર અને પૂર્વ ચેરમેન ડો. સજન શાહે સંયુક્ત રીતે ચૂંટણીની જાહેરાત કરી હતી અને તેનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ડો. સીમા અરોરા, ડો. શરદ લખનપાલ, ડો. સુનિતા કનુમુરી, ડો. અરુણ પ્રમાણિક, ડો. અશોક જૈન વગેરે સહકાર આપ્યો હતો.
ઘણા હોદ્દાઓ માટે લાંબા સમયથી ચાલી રહેલા કેમ્પેઇન પછી સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ પદે ડો. સતીષ કથુલા ચૂંટાયા હતા. જ્યારે સેક્રેટરી તરીકે ડો. મેહેરબાલા મેદાવરમ અને ટ્રેઝરર તરીકે ડો. સુમુલ રાવલ ચૂંટાયા હતા. આ ઉપરાંત ડો. કવિતા ગુપ્તા, ડો. સુનિલ કઝા અને ડો. માલતી મહેતા ત્રણ વર્ષ માટે સંસ્થાના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ પદે ચૂંટાયા હતા. ડો. વી. રંગા વર્ષ 2022-23માં બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન તરીકે સેવા આપશે, જ્યારે ડો. પૂજા કિનખાબવાલા AAPI યંગ ફીઝિશિયન્સ સેક્શનના પ્રેસિડેન્ટ તરીકે અને ડો. અમ્મુ સુશીલાને મેડિકલ સ્ટુડન્ટ-રેસિડેન્ટ અને ફેલોઝ સેક્શનનાં પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
‘AAPI ના નવા પ્રેસિડેન્ટ ડો. રવિ કોલ્લીએ જણાવ્યું હતું કે, હું નવા પ્રેસિડેન્ટ તરીકે, નાણાકીય વર્ષ 2022-23ની મારી નવી ટીમને અભિનંદન આપું છું.’ ડો. રવિ કોલ્લી, ટેક્સાસમાં સાન એન્ટોનિયો ખાતે જુનમાં યોજાનાર સંસ્થાના 40મા વાર્ષિક કન્વેન્શનમાં AAPIના નવા પ્રેસિડેન્ટની જવાબદારી સંભાળશે. ડો. કોલ્લીએ વધુમાં જણાવ્યું હતું કે, હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું અને મારી સાથે સમર્પિત, મહેનતુ અને વફાદાર સાથીઓની એક ઉત્તમ ટીમ સહકાર અને સહયોગથી ચાર દાયકા જૂના મજબૂત સંગઠનને નવી ઊંચાઈએ લઈ જશે. ડો. કોલ્લી છેલ્લા એક વર્ષથી ચૂંટાયેલા પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા હોવાથી આ વર્ષે તેમણે ચૂંટણી લડવાની જરૂર નહોતી.
વર્તમાન વર્ષમાં AAPIનાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપનાર ડો. અંજના સમ્માન્દરે પણ ચૂંટણી લડવાની જરૂર પડી નથી, તેઓ પણ પરંપરા મુજબ આવનારા વર્ષમાં AAPIના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટની જવાબદારી સંભાળશે. AAPI ના અંદાજ મુજબ, અમેરિકામાં દર સાત દર્દીઓની સેવા ભારતીય મૂળના એક ફીઝિશિયન કરે છે.
આ અંગે ડો. ગોટીમુકુલાએ જણાવ્યું હતું કે, ‘વર્ષ 1982માં AAPIની સ્થાપના થઇ ત્યારથી જ તે અગ્રેસર છે, જે અમેરિકામાં પ્રેક્ટિસ કરતા એક લાખથી વધુ ફીઝિશિયન્સના સમૂદાયનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતીય મૂળના ફીઝિશિયન્સ માટે એક અવાજ બનવા ઇચ્છે છે. હું આશા