10 killed 4 injured in road accident near Vadodara
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

મોરબી જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે રોડ પર ઊભેલી કાર ટ્રક સાથે કાર અથડાતા ઓછામાં ઓછા પાંચ વ્યક્તિના મોત થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે કાર ડ્રાઇવરે અંકુશ ગુમાવ્યો હતો અને તેનાથી રોડ પર બાજુમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ દુર્ઘટના મોરબી માળિયા હાઇવેના લિંબડી નજીક બની હતી.

કારમાં બેસીને પાંચ વ્યક્તિ માળિયાથી મોરબી જઈ રહ્યાં હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. તમામના ઘટનાસ્થળે મોત થયા હતા. મોરબી તાલુકા પોલીસે આ અકસ્માતની તપાસ ચાલુ કરી હતી. આ દુર્ઘટનામાં આનંદ શેખાવત, તારાચંદ બરાલા, અશોક બિલેડા, વિરેન્દ્ર સિંહ અને પવન મિસ્ત્રીના મોત થયા હતા. કાર કોણ ચલાવી રહ્યું છે તે સ્પષ્ટ થયું ન હતું. આ તમામ વ્યક્તિઓ મોરબીમાં ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં જોડાયેલા હતા.