Family of PM Modi's brother Prahlad Modi injured in a car accident near Mysore
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે બુધવારે સવારના સમયે એક ખૂબ જ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. બગોદરા-તારાપુર ચોકડીથી એકાદ કિમી દૂર વટામણ ચોકડી બાજુ એક તુફાન ગાડી રોડ પર ઉભેલા ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો. તુફાન ગાડીમાં રાજકોટની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા. તેઓ સૌ 26 ડિસેમ્બર, 2021ના રોજ વાપી ખાતે આવેલી સેન્ટ ફ્રાન્સીસ શાળામાં જુડોની જિલ્લા લેવલની રમતમાં સામેલ થવા માટે ગયા હતા.

આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય 11 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ગાડીમાં 10 વિદ્યાર્થી, કોચ રાજીવભાઈ તથા શાળાના સ્પોર્ટ શિક્ષક ભુસણભાઈ અને શિક્ષકા નીલમબેન ઉપરાંત અન્ય એક વ્યક્તિ સવાર હતા.