Reliance Jio Platforms to buy US company Mimosa for $60 million
. (ANI Photo)

ભારતના બિલિયોનેર બિઝનેસમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નવી પેઢીને સુકાન સોંપવાનો સંકેત આ્યો છે. તેમણે કહ્યું કે તેઓ આ પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવા માંગે છે અને યુવા પેઢીને જવાબદારી સોંપવા માંગે છે.

64 વર્ષીય અંબાણીએ અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે વારસાની યોજના વિશે વાત કરી ન હતી. તેમણે કહ્યું કે રિલાયન્સમાં હવે લીડરશિપમાં ટ્રાન્ઝિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુકેશ અંબાણીને ત્રણ સંતાનો છેઃ આકાશ, ઇશા અને અનંત. તેમાંથી આકાશ અને ઇશા જોડિયા ભાઈબહેન છે.

રિલાયન્સ જૂથના સ્થાપક ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે રિલાયન્સ ફેમિલી ડેની ઉજવણીમાં મુકેશ અંબાણીએ વારસાની યોજના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગામી વર્ષોમાં વિશ્વની સૌથી મજબૂત અને પ્રતિષ્ઠિત ભારતીય મલ્ટિનેશનલ કંપનીઓ પૈકી એક બનશે. ખાસ કરીને ક્લિન અને ગ્રીન એનર્જી સેક્ટરમાં જૂથ આગળ વધશે અને તેનો ટેલિકોમ બિઝનેસ અભૂતપૂર્વ ઊંચાઈ પર પહોંચશે.

તેમણે કહ્યું કે મોટા સ્વપ્નો સાકાર કરવા અને અશક્ય લાગતા લક્ષ્યને સિદ્ધ કરવા માટે યોગ્ય લોકોની અને યોગ્ય લીડરશિપની જરૂર પડે છે. રિલાયન્સ અત્યારે લીડરશિપમાં ધરખમ પરિવર્તન લાવવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. મારી પેઢીના સિનિયરોથી હવે નવી પેઢીના યુવા લીડર્સ તરફ લીડરશિપ જઈ રહી છે, અને આ પ્રક્રિયા ઝડપથી આગળ વધે તે મને ગમશે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, મારા સહિતના તમામ સિનિયરોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે અત્યંત સક્ષમ, અત્યંત પ્રતિબદ્ધ અને પ્રતિભાશાળી યુવા લીડરશિપ માટે માર્ગ ખોલવો જોઈએ. આપણે તેમને માર્ગદર્શન આપવું જોઈએ, તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ અને સક્ષમ બનાવવા જોઈએ, તથા તેઓ સારો દેખાવ કરે ત્યારે આપણે પાછળ ખસીને તેમને વધાવવા જોઈએ.