ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફાઇલ ફોટો). (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મહિને સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)ની સૂચિત યાત્રાને મોકૂફ રાખવામાં આવી છે. મોદી છ જાન્યુઆરીએ વ્યૂહાત્મક રીતે મહત્ત્વના આ આરબ દેશની મુલાકાત લેવાના હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં વધારાને પગલે આ સૂચિત યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. મોદી હવે ફેબ્રુઆરીમાં આ યાત્રાનું આયોજન કરે તેવી શક્યતા છે. હાલમાં ભારત અને યુએઇ બંનેમાં ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

ભારત અને યુએઇ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 50મી વર્ષગાંઠ 2022માં આવે છે. મોદીએ આ પ્રસંગને ધ્યાનમાં રાખીને યુએઇની મુલાકાત લેવાની યોજના બનાવી હતી. ભારત અને યુએઇ આર્થિક સંબંધોને વધુ વેગ આપવા માટે સર્વગ્રાહી મુક્ત વેપાર સમજૂતી માટે મંત્રણા કરી રહ્યાં છે.

.