(ANI Photo)

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી શનિવારે લોન્ચ કરવામાં આવેલા આદિત્ય એલ1એ રવિવારે સફળતાપૂર્વક પૃથ્નીની પ્રથમ ભ્રમણકક્ષા બદલી હતી. આદિત્ય એલવન દેશનું પ્રથમ સૂર્ય મિશન છે. આ અવકાશયાન હવે 5 સપ્ટેમ્બર 2023ના રોજ બીજી ભ્રમણકક્ષા બદલશે

ઇસરાએ જણાવ્યું હતું કે આ અવકાશન સ્વસ્થ અને કાર્યરત છે.. પૃથ્વીની પ્રથમ ભ્રમણકક્ષા બદલીને આદિત્ય એલવન હવે 245 કિમી x 22459 કિમીની નવી ભ્રમણકક્ષામાં આવ્યું છે. પૃથ્વીની કેટલીક ભ્રમણકક્ષા વટાવીને તે L1 પોઈન્ટ (પાર્કિંગ એરિયા) પર પહોંચશે, જે લગભગ 125 દિવસની ખૂબ લાંબી સફર છે.આ અવકાશયાન 125 દિવસમાં પૃથ્વીથી લગભગ 15 લાખ કિમીની મુસાફરી કર્યા પછી, સૂર્યની સૌથી નજીક ગણાતા લેગ્રાંગિયન પોઇન્ટ L1ની આસપાસ ભ્રમણકક્ષામાં પહોંચવાની અપેક્ષા છે.

ઇસરોએ જણાવ્યું હતું કે આદિત્ય-L1 ન તો સૂર્ય પર ઉતરશે અને ન તો તેની નજીક પહોંચશે, પરંતુ દૂરથી અવલોકન કરશે. આદિત્ય એલ-વનનું વજન આશરે 1,480.8 કિગ્રા છે. તે 16 દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેશે. આ સમયગાળામાં તે પૃથ્વીની પાંચ ભ્રમણકક્ષા પાર કરીને સૂર્ય તરફની સફર ચાલુ કરવા માટે ખૂબ જ જરૂરી વેગ પ્રાપ્ત કરશે.

LEAVE A REPLY

5 × one =