(ANI Video Grab)
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પરનો પુલ તૂટી પડવાની ઘટનામાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ચાર ઇજનેરોને સસ્પેન્ડ કર્યા હતાં.
તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર એન. એમ. નાયકવાલા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર યુ. સી. પટેલ અને આર. ટી. પટેલ તેમજ આસિસ્ટન્ટ એન્જિનિયર જે. વી. શાહનો સમાવેશ થાય છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ વિભાગના અધિકારીઓને રાજ્યના અન્ય પુલોનું તાત્કાલિક સઘન નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે
માર્ગ અને મકાન વિભાગ હવાનો સંભાળતા મુખ્યપ્રધાન પટેલે નિષ્ણાતોને પુલ પર કરવામાં આવેલા સમારકામ, નિરીક્ષણ અને ગુણવત્તા ચકાસણી અંગેનો અહેવાલ તૈયાર કરવા જણાવ્યું હતું અને આ અહેવાલના આધારે ચાર ઇજનેરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY