ભારતમાં ફસાયેલા બ્રિટનના 3 હજાર નાગરિકો માટે બ્રિટિશ સરકારે આગામી 13થી 20 એપ્રિલ દરમિયાન 12 જેટલી સ્પેશિયલ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવાનો નિર્ણય લીધો છે. આ પૈકીની પ્રથમ ફ્લાઇટ 13 એપ્રિલ-સોમવારે બપોરે 3:30 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટથી રવાના થઇ હતી. આ સિવાય બીજી ફ્લાઇટ 15 એપ્રિલના રવાના થશે. આ ઉપરાંત 17 એપ્રિલે હૈદારાબાદથી વાયા અમદાવાદ થઇ આ ફ્લાઇટ લંડન પહોંચી હતી.

આ ફ્લાઇટમાં બી747, બી777 અથવા બી787 એરક્રફ્ટનો ઉપયોગ થયો હતો. અમદાવાદથી ઉપડેલી ફ્લાઇટમાં 265 મુસાફર હતા. 13 એપ્રિલે બપોરે 12:45ના લંડનના હિથ્રો એરપોર્ટથી નીકળેલી આ ફ્લાઇટ અમદાવાદ પહોંચી હતી.પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને મુસાફરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ પુરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારના સ્વાસ્થ્ય વિભાગ, કસ્ટમ્સ, ઇમિગ્રેશન, એટીસી, ટર્મિનલ મેનેજમેન્ટ તમામે પણ આ ફ્લાઇટના ઓપરેશન્સ માટે પૂરતા સમર્થનની ખાતરી આપેલી છે.

અમારા દિશા-નિર્દેશોનું મુસાફરો દ્વારા પાલન કરે તેવો અમારો તેમને અનુરોધ છે.’દરમ્યાન આજે વલી મુશા નામના એક 79 વર્ષીય શખ્સ પોતાની પત્ની અને પુત્ર સાથે ઇમિગ્રેશનની પ્રક્રિયા પુરી કરી બહાર નીકળ્યા ત્યારે તેમને સુગર વધી જતા પડી ગયા હતા. ત્યાંથી 108માં તેમને એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.