પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોના મહામારીના બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રોપર્ટીના આશરે 4 લાખ દસ્તાવેજ થયા છે, એમ મહેસૂલ વિભાગના આંકડામાં જણાવાયું છે. વિધાનસભા ગૃહમાં મહેસૂલ વિભાગે માહિતી આપી કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં 3,28,381 દસ્તાવેજો થયા હતાં જયારે અમદાવાદ જિલ્લામાં 72,280 દસ્તાવેજો નોઁધાયા હતાં. શહેર અને જિલ્લાનો કુલ આંકડો 4 લાખ દસ્તાવેજો થયા હતાં.

આમ અમદાવાદમાં રોજના સરેરાશ 300 થી વધુ દસ્તાવેજો નોધાયા હતાં. દસ્તાવેજોને પગલે સરકારી તિજોરી પણ છલકાઇ હતી કેમકે, અમદાવાદ શહેર અને જિલ્લામાં થયેલાં દસ્તાવેજોને લીધે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડયુટી પેટે રૂ.3576 કરોડ અને નોઁધણી ફી પેટે રૂ.637 કરોડની આવક થવા પામી હતી. કુલ મળીને સરકારને રૂ.4,213 કરોડની જંગી રકમની આવક થઇ હતી.

કોરોનાના કપરા સમયમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં જમીન-મકાનની લે વેચમાં તેજી આવી હતી. વાસ્તવમાં બીજા પાસા પર નજર કરીએ તો, કોરોનાને કારણે ઘણા પરિવારો આર્થિક રીતે પડી ભાંગ્યા હતાં અને તેનાથી જમીન કે મકાન વેચવાની ફરજ પડી હોય તેવી શક્યતા છે.