પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં હાલમાં પ્રાથમિક શાળાઓમાં 19,128 વર્ગખંડની ઘટ છે. વિધાનસભામાં શિક્ષણ વિભાગે સોમવારે માહિતી આપી હતી કે વર્ષ 2015માં પ્રાથમિક શાળાઓમાં 8,322 વર્ગખંડની ઘટ હતી. વર્ષ 2018માં પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડની ઘટ વધીને 16,008 અને 2021માં 18,537 થઈ હતી.વર્ષ 2022માં પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડની ઘટ 19,128 થઇ હતી. વર્ષ 2021માં શિક્ષણ વિભાગે કુલ માત્ર 972 વર્ગખંડો બનાવ્યા હતાં તેમાં રાજ્યના 14 જિલ્લામાં તો એકપણ ક્લાસરૂમ બનાવ્યો નથી.

શિક્ષણ વિભાગની માહિતી મુજબ બનાસકાંઠામાં 1532, ખેડામાં 1089, દાહોદમાં 1688, પંચમહાલમાં 1209, ભાવનગરમાં 966, કચ્છમાં 885, અરવલ્લીમાં 734 વર્ગખંડોની ઘટ રહી છે. આ ઉપરાંત રાજ્યની 23 પ્રાથમિક શાળા એવી છે જયાં વીજળીની કોઇ સુવિધા જ નથી. રાજ્યમાં 5,439 સરકારી પ્રાથમિક શાળા અને 272 ખાનગી પ્રાથમિક શાળાઓ એવી છે જયાં બાળકોની સલામતી માટે કમ્પાઉન્ડ વોલ પણ નથી.