તાતા ગ્રુપની એરલાઇન-એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ સર્વિસમાં વધારો થઇ રહ્યો છે. સપ્ટેમ્બરથી એર ઈન્ડિયા એક્સપ્રેસની બેંગલુપરુથી અમદાવાદ, ચંદિગઢ અને દહેરાદૂન માટેની ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 1 સપ્ટેમ્બર 2025થી અમદાવાદ અને ચંદિગઢ, 15 સપ્ટેમ્બરથી દહેરાદૂન સાથે એર ઈન્ડિયા એક્સપ્રેસની 41 ડોમેસ્ટિક અને 17 ઈન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ થશે. અમદાવાદ-બેંગલુરુ અને ચંડીગઢ-બેંગલુરુ રૂટ પર દિવસની બે ફ્લાઇટ અને દેહરાદૂન-બેંગલુરુ વચ્ચે દૈનિક ફ્લાઇટનો પ્રારંભ થશે.

LEAVE A REPLY