અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ચીન સાથે વ્યાપાર સમજૂતીને મંજૂરી આપી છે. હવે અમેરિકા ટૂંક સમયમાં ભારત સાથે એક ‘ખૂબ સમજૂતી’ કરશે તેવું નિવેદન ખુદ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સત્તાનો બીજો કાર્યકાળ શરૂ કર્યા પછી ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વ્યાપાર માટે મંત્રણા શરૂ કરી હતી, જે હવે અંતિમ તબક્કામાં છે. અમેરિકા સાથે સમજૂતી માટે ભારતની એક ટીમ વોશિંગ્ટનમાં છે, જેના બીજા જ દિવસે ટ્રમ્પે ભારત સાથે આ સમજૂતી તૈયારીની જાહેરાત કરી હતી.
છે. ડોનાલ્ડ ટ્રમ્પે બીગ બ્યુટીફુલ બિલ અંગે વાત કરતા કહ્યું કે, દરેક દેશ અમેરિકા સાથે કોઈને કોઇ સમજૂતી કરવા ઇચ્છે છે અને તેનો ભાગ બનવા માગે છે. અમે ગઈકાલે જ ચીન સાથે ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. અમે એક સમજૂતી ભારત સાથે પણ કરી રહ્યા છીએ.
ટ્રમ્પની આ ટીપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારતના કોમર્સ મંત્રાલયના વિશેષ સચિવ અને મુખ્ય મંત્રણાકાર રાજેશ અગ્રવાલ અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર માટે ગત ગુરુવારે અમેરિકા પહોંચ્યા છે. ભારત અને અમેરિકા ૯ જુલાઈ પહેલાં વચગાળાના વેપાર કરાર માટેની વાટાઘાટોને અંતિમ ઓપ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના અનેક દેશો પર ઊંચા ટેરિફ લાદ્યા હતા, પરંતુ બે એપ્રિલે આ ટેરિફનો અમલ ૯ જુલાઈ સુધી મુલતવી રાખ્યો હતો. ભારત અને અમેરિકાના વેપાર કરારમાં કૃષિ અને ડેરી સેક્ટર્સ પડકારજનક ક્ષેત્ર છે. ભારતે કોઈપણ દેશ સાથેના ફ્રી ટ્રેડ કરારમાં તેના ડેરી ક્ષેત્રને અનામત રાખ્યું છે.
