સરકારના એક નવા જાહેર માહિતી અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી નવી ટૂંકી ફિલ્મમાં બતાવાયું છે કે કેવી રીતે કોરોનાવાયરસ બંધીયાર જગ્યાઓ પર ટકી રહે છે અને ઘરમાં હવાની અવરજવર રાખવાથી કેવો ફાયદો થાય છે. સંશોધન બતાવે છે કે તાજી હવા ધરાવતા રૂમમાં રહેવાથી ચેપ થવાનું જોખમ 70%થી ઓછું થઈ શકે છે.

આ ફિલ્મ ‘હેન્ડ, ફેસ અને સ્પેસ અભિયાન’નો ભાગ છે જે વાયરસના ફેલાવાના જોખમને ઘટાડવામાં મદદ કરવા માટે આરોગ્યની સરળ વર્તણૂકો અપનાવવા લોકોને વિનંતી કરે છે. આ નવી શોર્ટ ફિલ્મ લીડ્સ યુનિવર્સિટીના એન્જિનિયર અને વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી છે.

આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે તાજી હવા વગરની જગ્યાઓ પર કોરોનાવાયરસ હવામાં લાંબો સમય ટકી રહે છે. ચેપગ્રસ્ત કણો શ્વાસમાં જતા લોકોને જોખમ વધે છે અને નિયમિત રીતે બંધ વિસ્તારને વેન્ટિલેટીંગ કરીને જોખમને કેવી રીતે ઘટાડી શકાય છે.

નિષ્ણાતો ભલામણ કરે છે કે ઓરડામાં રહેલ ચેપગ્રસ્ત કણોને દૂર કરવા માટે, દિવસ દરમિયાન નિયમિતપણે 10 -15 મિનિટના ટૂંકા ગાળા માટે બારીઓ સતત થોડી માત્રામાં ખોલવી જોઇએ. આ ઉપરાંત રસોડું અથવા બાથરૂમના એક્સ્ટ્રેક્ટર ફેન પણ નિયમિતપણે ઉપયોગમાં લેવા જોઇએ.

જ્યારે કેરર, બિલ્ડર, સગાં-સંબંધી કે કોઇ અન્ય વ્યક્તિ ઘરમાં આવે ત્યારે આવું કરવું ખાસ જરૂરી છે.