એર ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે કંપનીએ તેના બોઇંગ 787 અને 737 વિમાન કાફલાની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ (FCS)ના લોકીંગ મિકેનિઝમનું તપાસ કામગીરી પૂરી કરી છે અને તેમાં કોઇ સમસ્યા બહાર આવી નથી.

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક અહેવાલમાં બહાર આવ્યું હતું કે ગયા મહિને એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પહેલા ફ્યુઅલ સ્વીચો બંધ થઈ ગઈ હતી. આ પછી એવિએશન સેફ્ટી રેગ્યુલેટર DGCAએ ગયા અઠવાડિયે એરલાઇન્સને તેમના બોઇંગ 787 અને 737 વિમાનોમાં ફ્યુઅલ સ્વીચ લોકીંગ સિસ્ટમનું 21 જુલાઈ સુધીમાં નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ટાટા ગ્રુપ એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તપાસ દરમિયાન લોકીંગ સિસ્ટમમાં કોઈ સમસ્યા મળી નથી.
બોઇંગ 787 વિમાનો એર ઇન્ડિયાના કાફલાનો ભાગ છે, જ્યારે B737 તેની લો કોસ્ટ એરલાઇન પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસના કાફલામાં છે. આ ઉપરાંત, અન્ય સ્થાનિક એરલાઇન્સો ઇન્ડિગો, સ્પાઇસજેટ અને અકાસા પણ આ પ્રકારના વિમાનો તેમના કાફલામાં ધરાવે છે.

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેને 12 જુલાઈના રોજ સ્વૈચ્છિક નિરીક્ષણ શરૂ કર્યું હતું અને DGCA દ્વારા નિર્ધારિત નિર્ધારિત સમય મર્યાદામાં તેને પૂર્ણ કર્યું હતું.

ભારતીય એરલાઇન્સ પાસે 150થી વધુ બોઇંગ ૭૩૭ અને ૭૮૭ વિમાનો છે. આમાંથી, ઇન્ડિગો પાસે સાત B૭૩૭ મેક્સ-૮ અને એક B૭૮૭-૯ વિમાનો છે.

LEAVE A REPLY