કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કાંગપોકપીમાં નાગરિક સમાજ સંગઠનોના સભ્યો સાથે બેઠક યોજી હતી. (ANI Photo)

મણિપુરના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ખેલાડીઓએ મંગળવારે ચીમકી આપી હતી કે જો રાજ્યની પ્રાદેશિક અખંડિતતા સાથે બાંધછોડ કરવામાં આવશે તો તેઓ સરકાર દ્વારા આપવામાં આવેલા ઈનામો પરત કરશે.  

11 ખેલાડીઓએ આ મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને એક મેમોરેન્ડમ સુપરત કરવાની પણ જાહેરાત કરી હતી. આ ખેલાડીઓમાં ધ્યાનચંદ પુરસ્કાર વિજેતા એલ અનીતા ચાનુઅર્જુન પુરસ્કાર વિજેતા એન કુંજરાણી દેવીપદ્મશ્રી પુરસ્કાર વિજેતા એલ સરિતા દેવી અને ડબલ્યુ સંધ્યારાણી દેવી તથા  પદ્મશ્રી અને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર વિજેતા એસ મીરાબાઈ ચાનુનો સમાવેશ થાય છે.  

અનીતા ચાનુએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કેજો અમિત શાહ અમને મણિપુરની અખંડિતતાના રક્ષણ અંગે ખાતરી નહીં આપે તો અમે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા અમારા પુરસ્કારો પરત કરીશું. જો ડિમાન્ડ પૂરી ન થાય તો ખેલાડીઓ ભવિષ્યમાં ભારતનું પ્રતિનિધિત્વ નહીં કરે તથા ઉભરતી પ્રતિભાને તાલીમ પણ નહીં આપે.  

11 ખેલાડીઓ અમિત શાહને મેમોરેન્ડમ સબમિટ કરવા ગયા હતાકેન્દ્રીય ગૃહ પ્રધાન કુકી પીડિતો અને સંગઠનોને મળવા માટે ચુરાચંદપુર જવા રવાના થયા હોવાથી મળી શક્યા ન હતા. મેમોરેન્ડમાં ખેલાડીઓએ રાજ્યની હિંસાને અંકુશમાં લેવામાં કેન્દ્રીય સુરક્ષા દળોની ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા  

મણિપુરમાં શાંતિ પાછી લાવવાના પ્રયાસોના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે મેઇતી અને કુકી સમુદાયના વિવિધ જૂથોને મળ્યાં હતા. આ જૂથોએ શાંતિ માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ખાતરી આપી કે તેઓ મુશ્કેલીગ્રસ્ત રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરશે. અમિત શાહે મણિપુર પોલીસસેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF) અને આર્મીના વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક પણ યોજી હતી અને કહ્યું હતું કે મણિપુરની શાંતિ અને સમૃદ્ધિ  સરકારની ટોચની પ્રાથમિકતા છે. દરમિયાન કેન્દ્ર અને મણિપુર રાજ્ય સરકારે વંશીય સંઘર્ષ દરમિયાન મૃત્યુ પામેલા લોકોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય કર્યો છે. 

LEAVE A REPLY

one + thirteen =