પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આ વર્ષના ઓક્ટોબરથી આઠ મુસાફરોની ક્ષમતા સાથેના વાહનોમાં ઓછામાં ઓછી છ એરબેગ ફરજિયાત બનશે. માર્ગ પરિવહન મંત્રાલયે મુસાફરોની સુરક્ષા માટે કાર કંપનીઓ માટે આ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાજુથી વાગતી ટક્કરથી વાહનમાં સવાર લોકોની સુરક્ષામાં વધારો કરવા સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ, 1989માં સુધારો કરીને સેફ્ટી ફીચર્સમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

14 જાન્યુઆરી 2022એ જારી કરાયેલા ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ કેટેગરી એમ-1 (પહેલી ઓક્ટોબર 2022 પછી ઉત્પાદિત વાહનો)ના વાહનોમા બે સાઇડ-સાઇડ ટોર્સો એર બેગ અને બે સાઇડ- કર્ટેન-ટ્યુબ એરબેગ ફરજિયાત બનશે. આમ આગળની સીટ પર બેઠેલા ડ્રાઇવર અને સાથી મુસાફરને આગળની ટક્કરથી અને બાજુની ટક્કરથી રક્ષણ આપવા કુલ ચાર એર બેગ હશે. પાછળની સીટના મુસાફરોને માટે બાજુની ટક્કરથી બચાવવા બંને બાજુ એક-એક એમ બે એરબેગ હશે.

શ્રેણીબદ્ધ ટ્વીટમાં માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિ ગડકરીએ જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે પહેલી જુલાઈ 2029થી ડ્રાઇવેર એરબેગ અને પહેલી જાન્યુઆરી 202થી ફ્રન્ટ કો-પેસેન્જર એરબેગ ફરજિયાત બનાવી છે.

ગડકરીએ જણાવ્યું હતું કે આઠ સુધીના મુસાફરો જઈ જતાં વાહનોના મુસાફરોની સુરક્ષામાં વધારો કરવા ડ્રાફ્ટ જીએસઆર નોટિફિકેશનને મંજૂરી આપી છે, જે છ એરબેગ ફરજિયાત બનાવે છે. વાહનોની આગળની અને પાછળની સીટોમાં બેઠેલા મુસાફરોનું આગળ અને બાજૂની ટક્કરથી રક્ષણ કરવા માટે એમ-વન કેટેગરીના વાહનોમાં ચાર વધારાની એરબેગને ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

સરકારના ડેટા મુજબ 2020માં નેશનલ હાઇવે પર 1,16,496 રોડ અકસ્માત થયા હતા, જેમાં 47,985 લોકોના મોત થયા હતા. ગડકરીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મધ્યવર્ગના લોકો દ્વારા ખરીદવામાં આવતી સ્મોલ કારમાં પૂરતી સંખ્યામાં એરબેગ હોવી જોઇએ.