(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડમાં સિંઘમ તરીકે જાણીતો બનેલ અજય દેવગણ એક અનોખી સિદ્ધિ મેળવી છે. આમ તો તે અત્યારે પોતાના નવા બંગલાને લઇને ચર્ચામાં છે, પરંતુ તેણે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. છેલ્લા એક વર્ષમાં યૂટયૂબ પર વિવિધ સેલિબ્રિટિઓને સર્ચ કરવામાં આવી છે. આ સર્ચમાં અજય દેવગણનું નામ સૌથી વધુ શોધવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ અજય દેવગણે આ મામલે બોલીવૂડના અને સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર્સને પાછળ રાખી દીધા છે. ગૂગલ ટ્રેન્ડસના રિપોર્ટને સ્વીકારીએ તો એક વર્ષમાં યૂઝર્સે કોઇને કોઇ સેલિબ્રિટી અંગે સર્ચ કરી છે. આ બધામાં અજય દેવગણનું નામ પ્રથમ સ્થાન છે. જ્યારે બીજા નંબર પર સલમાન ખાન, ત્રીજા નંબર પર અલ્લૂ અર્જુન, છે. જ્યારે અમિતાભ બચ્ચન ચોથા સ્થાન પર અને પાંચમા સ્થાન પર થાલાપતિ વિજય છે. અજય દેવગણનો એક અનોખો ચાહક વર્ગ છે.