Akshay Kumar to give up Canadian passport
બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર બુધવારે મુંબઈમાં તેની આગામી ફિલ્મ 'સેલ્ફી' ના પ્રમોશન દરમિયાન સેલ્ફી માટે પોઝ આપે છે. અક્ષય કુમારે પ્રમોશન વખતે ત્રણ મિનિટમાં સૌથી વધુ સેલ્ફી લેવાનો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. (ANI ફોટો)

કેનેડિયન નાગરિકતા અંગે ટીકાઓનો સામનો કરી રહેલા બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે જણાવ્યું હતું કે ભારત જ તેના માટે સર્વસ્વ છે અને તેને પાસપોર્ટ બદલવા માટે અરજી કરી દીધી છે.

અક્ષયે ટીવી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, લોકો કેનેડિયન નાગરિકતા લેવાનું કારણ જાણ્યા વિના કંઈક કહે છે ત્યારે તેને ખરાબ લાગે છે. ભારત મારા માટે સર્વસ્વ છે. મેં જે કંઈ કમાયો છું, જે કંઈ મેળવ્યું છે તે અહીંથી જ છે.  હું ભાગ્યશાળી છું કે મને પાછું આપવાનો મોકો મળ્યો છે. લોકો કંઈપણ જાણ્યા વિના કંઈક કહે છે ત્યારે તમને ખરાબ લાગે છે.

“હેરા ફેરી”, “નમસ્તે લંડન”, “ટોઇલેટ: એક પ્રેમ કથા” અને “પેડમેન” જેવી તેની ફિલ્મો માટે જાણીતા અક્ષયે કારકિર્દીના નબળા તબક્કા વિશે પણ વાત કરી હતી આ 1990ના દાયકામાં તેને 15 ફ્લોપ ફિલ્મ આપી હતી.  ફિલ્મોના નબળા બોક્સ ઓફિસ પર્ફોર્મન્સે તેમને કેનેડિયન નાગરિકતા માટે અરજી કરવા દબાણ કર્યું હતું.

55 વર્ષીય સ્ટારે જણાવ્યું હતું કે “મેં વિચાર્યું કે ‘ભાઈ, મારી ફિલ્મો ચાલી રહી નથી અને કામ કરવું પડશે’. હું કામ માટે ત્યાં ગયો હતો. મારો મિત્ર કેનેડામાં હતો અને તેને કહ્યું, ‘અહીં આવ’. મેં અરજી કરી અને હું ગયો.

અક્ષયે જણાવ્યું હતું કે “મારી પાસે માત્ર બે ફિલ્મો રિલીઝ થવાની બાકી હતી અને તે માત્ર નસીબ છે કે તે બંને સુપરહિટ થઈ. મારા મિત્રએ કહ્યું, ‘પાછા જાઓ, ફરીથી કામ કરવાનું શરૂ કરો’. મને કેટલીક વધુ ફિલ્મો મળી અને મને વધુ કામ મળતું રહ્યું. હું ભૂલી ગયો કે મારી પાસપોર્ટ પાસે છે.  મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે આ પાસપોર્ટ બદલવો જોઈએ પરંતુ હવે હા, મેં મારો પાસપોર્ટ બદલવા માટે અરજી કરી છે અને એકવાર મને કેનેડામાંથી નાગરિકતા ત્યાગનો દરજ્જો મળી જશે.”

લોકસભા ચૂંટણી પહેલા એપ્રિલ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂ બાદ અક્ષયની નાગરિકતા ચર્ચાનો વિષય બની હતી.

LEAVE A REPLY

two × 5 =