કહેવાય છે કે દિવાળીની રજાઓ અક્ષયકુમારને ફળી છે. તેની નવી ફિલ્મ ‘સૂર્યવંશી’ તાજેતરમાં રિલીઝ થયાને ચાર દિવસમાં જ તેણે રૂ. 90 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે તે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર અક્ષયકુમારની આ 15મી ફિલ્મ છે જ્યારે રોહિત શેટ્ટીની 8મી ફિલ્મ છે.
અગાઉ અક્ષયકુમારની ‘એરલિફ્ટ’, ‘હાઉસફુલ 4’, ‘રુસ્તમ’, ‘જોલી એલએલબી 2’, ‘રાઉડી રાઠોડ’, ‘મિશન મંગલ’, ‘કેસરી’જેવી ફિલ્મો પહેલાથી જ 100 કરોડની ક્લબમાં છે અને હવે સૂર્યવંશીનું નામ પણ જોડાઈ ગયું છે. આ જ કારણ છે કે અક્ષયને બોલિવૂડનું સુપરહિટ મશીન કહેવામાં આવે છે. જ્યારે રોહિત શેટ્ટીની અન્ય ફિલ્મો જેવી કે, ‘ગોલમાલ 3’, ‘બોલ બચ્ચન’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘સિંઘમ રિટર્ન્સ’, ‘દિલવાલે’, ‘સિમ્બા’ અને ‘ગોલમાલ અગેન’ જેવી ફિલ્મો 100 કરોડની ક્લબમાં સમાવેશ થાય છે.
ફિલ્મ સૂર્યવંશી પણ કેટરિના કૈફની આવી 8મી ફિલ્મ છે, જે 100 કરોડની ક્લબમાં સ્થાન પામી છે, આ ફિલ્મોમાં ‘ધૂમ 3’ ‘જબ તક હૈ જાન’, ‘એક થા ટાઈગર’, ‘ટાઈગર ઝિંદા હૈ’ ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’, ‘ભારત’ ‘બેંગ બેંગ’નો સમાવેશ થાય છે.
અક્ષય કુમાર અને કેટરિના કૈફ દ્વારા અભિનીત અને રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મને દર્શકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ રીલિઝના પહેલા દિવસે ટિકિટ માટે સિનેમા હોલની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. આ દ્રશ્ય દેશના અનેક ભાગોમાં જોવા મળ્યા હતા. અક્ષય અને કેટરિનાએ આ ફિલ્મમાં તેમના અભિનય અને ગીત ટિપ ટિપ બરસા પાનીમાં સિઝલીંગ પર્ફોર્મન્સથી જાન આપી દીધી હતી, પરંતુ રણવીર સિંહ અને અજય દેવગણ ની એન્ટ્રી બાદ આ ફિલ્મ વધુ મનોરંજક સાબિત થઈ.