ભારતમાં શાસક પક્ષ- ભારતીય જનતા પાર્ટી(BJP) વિધાનસભાની ચૂંટણી દરમિયાન નાણા ખર્ચવાની બાબતમાં મોખરે રહી છે. પાર્ટી દ્વારા થોડા મહિના પૂર્વે આસામ, પુડુચેરી, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓના પ્રચારમાં રૂ. 252 કરોડનો ખર્ચ કર્યો છે. પક્ષ દ્વારા ફક્ત બંગાળમાં જ રૂ. 151 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે, આટલો ખર્ચ કરવા છતાં પાર્ટીને બંગાળમાં સત્તાથી વંચિત રહેવું પડ્યું હતું. જ્યારે તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ રૂ. 154.28 કરોડનો ખર્ચ્યા હતા.
ભારતના ચૂંટણી પંચમાં રજૂ કરેલી ખર્ચની વિગત પ્રમાણે ભાજપ દ્વારા પુડુચેરીમાં રૂ. 4.79 કરોડ, આસામમાં રૂ. 43.81 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે તમિલનાડુમાં રૂ. 22.97 કરોડ અને કેરળમાં 29.94 કરોડનો ખર્ચ કર્યો હતો.