કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જંગલ સફારી ન માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ નહીં પણ હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે. સાઉથ અમેરિકન પ્રાણી અલ્પાકાએ તાજેતરમાં બચ્ચાને જન્મ આપ્યો છે. આ બચ્ચાના જન્મ સાથે જંગલ સફારીમાં અલ્પાકાની સંખ્યા હવે 4 પર પહોંચી છે.
જંગલ સફારીનું વાતાવરણ પ્રાણીઓને અનુકૂળ આવતા પ્રાણીની વસ્તીમાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રાણીઓની સતત દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ શક્ય બન્યું છે.