Amarnath Yatra
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બાબા બર્ફાનીના દર્શનની આતુરતાથી પ્રતિક્ષા કરી રહેલા શ્રદ્ધાળુઓ માટે ખરાબ સમાચાર છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સતત બીજા વર્ષે અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે. 28 જુનથી અમરનાથની યાત્રા શરુ થવાની હતી. અમરનાથ શ્રાઈન બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. યાત્રાની નવી તારીખ અંગે હાલમાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.

અમરનાથ શ્રાઈન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરી છે. શ્રદ્ધાળુઓ ઘેર બેઠા હિમલિંગના દર્શન કરી શકશે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જણાવ્યું કે જનતા હિતમાં આ વખતની અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. શ્રી અમરનાથ છડી મુબારક 22 ઓગસ્ટે ગુફામાં લઈ જવામાં આવશે.