NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI6_22_2021_001010001)

ભારતમાં સોમવારે કોરોનાના દેનિક કેસ 50,000થી નીચા રહ્યા હતા, જે છેલ્લાં 91 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં કુલ કેસની સંખ્યા વધીને આશરે 2.99 કરોડ થઈ હતી, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 79 દિવસ બાદ સાત લાખથી નીચે ગઈ હતી. નવા કેસમાં ઘટાડો થવાની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા મોટી હોવાથી એક્ટિવ કેસમાં પણ ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. 24 કલાકમાં નોંધાયેલા કેસ પ્રમાણે નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા લગભગ બમણી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા ડેટા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 42,640 કેસ નોંધાયા હતા, જ્યારે 1,167 લોકોના મોત થયા હતા. દૈનિક મોતનો આંકડો 68 દિવસમાં સૌથી ઓછો છે. આની સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,89,302 થયો હતો. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 68.16 લાખ વેક્સીન ડોઝન આપવામાં આવ્યા હતા, જે એક વિશ્વવિક્રમ છે.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધુ ઘટીને 6,62,521 થઈ હતી, જે કુલ કેસનાા 2.21 ટકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ સુધરીને 96.49 ટકા થયો હતો. સોમવારે કુલ આશરે 16.34 લાખ કોરોના ટેસ્ટ થયા હતા અને પોઝિટિવિટી રેટ ઘટીને 2.57 ટકા થયો હતો. દેશમાં કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને આશરે 2.89 કરોડ થઈ હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે સોમવારે દેશમાં કોરોનાના નવા 42,640 સંક્રમણ નોંધાયા છે જ્યારે 1,167 લોકોના પાછલા 24 કલાકમાં મોત થયા છે.