અમેરિકાએ મંગળવારે કુખ્યાત ગેંગસ્ટાર અનમોલ બિશ્નોઈને ભારતમાં ડિપોર્ટ કર્યો હતો. અનમોલ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યાનો કાવતરાખોર છે. બિશ્નોઈ ૧૯ નવેમ્બરે ભારતમાં આવે તેવી શક્યતા છે.
અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકી મોકલેલા ઇ-મેઇલમાં જણાવાયું હતું કે આ ઇમેઇલ તમને જણાવવા માટે છે કે અનમોલ બિશ્નોઈને ફેડરલ સરકારે દેશમાંથી કાઢી મૂક્યો છે. ગુનેગારને 18 નવેમ્બર, 2025ના રોજ કાઢી મૂકવામાં આવ્યો હતો.
ઓક્ટોબર 2024માં સિદ્દીકીની હત્યા અને મે 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા સહિત અનેક હિંસક ગુનાઓમાં અનમોલ બિશ્નોઈ ભારતને વોન્ટેડ છે. એપ્રિલ 2024માં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના મુંબઈના ઘરની બહાર ગોળીબાર કરવા બદલ પણ તે વોન્ટેડ છે.
ગયા વર્ષે નવેમ્બરમાં અમેરિકન અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. ભારતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સંબંધિત આરોપો બદલ નહીં, પરંતુ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ તેની ધરપકડ કરાઈ હતી.
થોડા દિવસો પછી ભારતે પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરી હતી. મહારાષ્ટ્રની એક કોર્ટે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યા પછી અને વૈશ્વિક કાયદા અમલીકરણ એજન્સી ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કર્યા પછી આ પ્રક્રિયા શરૂ થઈ હતી. ભારત સરકારને અપેક્ષા નહોતી કે અનમોલ બિશોનીનું પ્રત્યાર્પણ કરવામાં આવશે, કારણ તેને અમેરિકામાં રાજ્યાશ્રય માટે અરજી કરી હતી.











