કોલકાતા ટેસ્ટ મેચમાં પરાજય પછી ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સમાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમ સરકીને ચોથા સ્થાને ઉતરી ગઈ છે. તો દક્ષિણ આફ્રિકા શ્રીલંકાને પાછળ રાકીને બીજા ક્રમે પહોંચી ગઈ છે.
આ પરાજય પહેલા ભારતીય ટીમ ત્રીજા ક્રમે હતી. પણ 15 વર્ષમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ મેચમાં પરાજય પછી ભારતીય ટીમ ચોથા સ્થાને ઉતરી ગઈ છે. આઠ મેચમાં આ તેનો ત્રીજો પરાજય હતો. દક્ષિણ આફ્રિકા 24 પોઈન્ટ અને 66.67 પોઈન્ટ ટકાવારી સાથે બીજા ક્રમે પહોંચી ગયું છે. 36 પોઈન્ટ અને 100 પોઈન્ટ ટકાવારી સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે છે. શ્રીલંકા (15 પોઈન્ટ અને 66.67 પોઈન્ટ ટકાવારી) ત્રીજા ક્રમે છે.












