પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને ટૂંકસમયમાં આખરી ઓપ આપવામાં આવશે. કરારના આ તબક્કામાં ભારત પરની 25 ટકા પારસ્પરિક ટેરિફ અને પેનલ્ટી તરીકે લાદવામાં આવેલી 25 ટકા ક્રૂડ ઓઇલ ટેરિફ બંનેને આવરી લેવામાં આવશે. પારસ્પરિક ટેરિફ અને અમેરિકાની બજાર-પ્રવેશની ચિંતાઓના ઉકેલ લાવતી ફોર્મ્યુલા અંતિમ તબક્કામાં છે, એમ ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે સોમવારે જણાવ્યું હતું.

અગ્રવાલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા મહિનાઓથી BTA પર વર્ચ્યુઅલ ચર્ચાવિચારણા કરી રહ્યા છે. આ કરારમાં બે ઘટકોનો સમાવેશ થાય છે – એક જેમાં વાટાઘાટો કરવામાં સ્વાભાવિક રીતે વધુ સમય લાગશે, અને પ્રથમ તબક્કો ટેરિફ-સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટેનો છે.

અગાઉ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે રવિવારે જણાવ્યું હતું કે ભારતને અપેક્ષા છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથેના તેના મુક્ત વેપાર કરારો “ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ” પામશે.

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર તાજેતરના અઠવાડિયામાં વાટાઘાટોમાં ગતિ આવી છે.  BTA અત્યંત વિગતવાર અને WTO ધોરણો સાથે સંપૂર્ણપણે સુસંગત હશે. સંવેદનશીલ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ચર્ચાઓ કાળજીપૂર્વક હાથ ધરવામાં આવી રહી છે.

LEAVE A REPLY