દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ કોરોના સામે લાચાર છે.અમેરિકામાં લગાતાર કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મરનારા લોકોની સંખ્યા 2000ને પાર કરી ગઈ છે. અમેરિકામાં રવિવારે સવાર સુધીમાં 1.25 લાખ દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાના અને મરનારા લોકોની સંખ્યા 2190 પર પહોંચી હોવાના આંકડા સામે આવ્યા છે.અમેરિકામાં ન્યૂયોર્ક કોરોનાનુ એપી સેન્ટર બની ચુક્યુ છે. એકલા ન્યૂયોર્કમાં 672 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. આમ છતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ વલણ ચોંકાવનારુ છે. હજી પણ ટ્રમ્પ કરી રહ્યા છે કે, ક્વોરેન્ટાઈનની જરુર નથી. આજે રાતે અમેરિકા આ બાબતે ફરી વિચારણા કરશે.

https://twitter.com/realDonaldTrump/status/1244056534583312384?s=20