/Getty Images)

અમેરિકન એરલાઇન્સે લગભગ 25000 કર્મચારીઓને જણાવ્યું છે કે કોરોના વાઇરસ મહામારીને પગલે વિમાનમાં મુસાફરીની માગમાં ભારે ઘટાડો થવાને પગલે ઓક્ટોબરમાં તેમની નોકરી સમાપ્ત કરવામાં આવી શકે છે. અમેરિકાના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે જો પૂરતી સંખ્યામાં કર્મચારીઓ આંશિક વેતન સાથે રજા લઇ લે તો આ છટણીમાં ઘટાડો થઇ શકે તેમ છે.

એરલાઇન્સના સીઇઓ ડગ પાર્કર અને અધ્યક્ષ રોબર્ટ ઇસોમે કર્મચારીઓને મોકલેલી નોટિસમાં જણાવ્યું છે કે તેમને છટણીથી બચી જવાની આશા છે કે કારણકે મહામારીનો પ્રકોપ ઘટવાથી એક ઓક્ટોબરથી હવાઇ યાત્રાની માગમાં તેજી આવવાનો અંદાજ છે. અમેરિકાની એરલાઇન્સોએ અમેરિકન સરકાર પાસેથી ૨૫ અબજ ડોલરની સહાય સ્વીકારી છે અને તેના બદલામાં ઓક્ટોબર સુધી નોકરીઓની સંખ્યામાં ઘટાડો નહીં કરવાની ખાતરી આપી છે. અમેરિકન એરલાઇન્સને 5.8 અબજ ડોલર રોકડા અને લોન મળી છે. જ્યારે ડેલ્ટાને 5.4 અબજ ડોલર મળ્યા છે જ્યારે યુનાઇટેડ એરલાઇન્સને પાંચ અબજ ડોલર મળ્યા છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર આ સહાયથી નોકરીમાં કપાત મોકૂફ થશે.

ગયા સપ્તાહમાં યુનાઇટેડ એરલાઇન્સે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં તેના 36000 કર્મચારીઓને બરતરફ કરવામાં આવી શકે છે. ડેલ્ટાએ 2000થી પણ વધુ પાયલોટોને નોટીસ ફટકારી છે. એરલાઇન્સ યુનિયનો હવે વધુ 25 અબજ ડોલરની માગ કરી રહ્યાં છે. અમેરિકાના પાયલોટો માગ કરી રહ્યાં છે કે અમેરિકાની સરકાર અબજો ડોલરની સીટો ખરીદી લે જેના કારણે મહામારીનો અંત ન આવે ત્યાં સુધી યાત્રીઓ વચ્ચે વધુ જગ્યા જળવાઇ રહે.