ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લીકની ઓફિસે દિલ્હીપોલીસના દરોડા (PTI Photo)

અમેરિકી મિલિયોનેર નેવિલ રોય સિંઘમ સામે ભારત અને વિદેશમાં ચાઇનીઝ પ્રોપેગેન્ડા ફેલાવવાનો આક્ષેપ થયો છે. તેઓ આઈટી કન્સલ્ટિંગ કંપની ‘થોટવર્કસ’ના સ્થાપક છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલમાં આરોપ છે કે ભારતીય ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક એક વૈશ્વિક નેટવર્કનો ભાગ છે, જેને અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમ પાસેથી ભંડોળ મળે છે.

નેવિલ રોય સિંઘમને ચીનના સરકારી મીડિયા સાથે ગાઢ સંબંધ હોવાનું કહેવાય છે. ભારતમાં આનાથી ન્યૂઝક્લિક ફરીથી સ્પોટલાઇટમાં આવી ગયું છે, કારણ કે તે હાલમાં કથિત મની લોન્ડરિંગ અને વિદેશી ભંડોળ માટે તપાસ હેઠળ છે અને તેના આશરે 30 સ્થળો પર ભારતની તપાસ એજન્સીઓએ દરોડા પાડ્યાં હતા. ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ માને છે કે ન્યૂઝક્લિકને ચીન સાથે કથિત લિંક ધરાવતી સંસ્થાઓ પાસેથી લગભગ ₹38 કરોડ મળ્યા હતા. આ પૈસા આઠ પત્રકારોના પગાર માટે કથિત રીતે વાપરવામાં આવ્યા હતા. આ પત્રકારોના ઠેકાણે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે દાવો કર્યો હતો કે નેવિલ રોય સિંઘમ શ્રીલંકાના પોલિટિકલ સાયન્ટિસ્ટ અને ઈતિહાસકાર આર્ચીબાલ્ડ વિક્રમારાજા સિંઘમનો પુત્ર છે, જેઓ ન્યૂ યોર્કની સિટી યુનિવર્સિટીની બ્રુકલિન કોલેજમાં રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર હતા.

નેવિલ રોય સિંઘમ હાલમાં શાંઘાઈ રહે છે, તે શિકાગોથી શાંઘાઈ સુધી વિશ્વભરમાં ફેલાયેલા ચાઈનીઝ પ્રચારને સમર્થન આપતું નાણાકીય નેટવર્ક ધરાવે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, તે ભારતમાં એક સમાચાર વેબસાઈટને પણ ફંડિંગ આપ્યું હતું. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલમાં આરોપ છે કે નેવિલ રોય સિંઘમ અનેક અમેરિકન ચેરિટી અને નોન પ્રોફિટ ગ્રૂપો સાથે જોડાયેલા છે જે તેમના એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યા છે. અમેરિકન નોન-પ્રોફિટ ગ્રૂપો દ્વારા ફંડ મેળવતા આ પ્રોપેગેંડા ગ્રૂપને આશરે 275 મિલિયન ડોલરનું ડોનેશન મળ્યું છે.

 

LEAVE A REPLY

18 − eight =